Get App

એસ્ટ્રલના શેરમાં 9%નો જંગી ઉછાળો: 5 વર્ષમાં સૌથી મોટી તેજી, જાણો બ્રોકરેજ ફર્મ્સે શું આપ્યો નવો ટાર્ગેટ?

Astral Share Price: જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ Astral ના શેરમાં 9%નો તોફાની ઉછાળો નોંધાયો છે. જેપી મોર્ગન અને નુવામા દ્વારા રેટિંગ અપગ્રેડ થતાં રોકાણકારોમાં ઉત્સાહ. જાણો શેરનો નવો ટાર્ગેટ પ્રાઈસ અને ફ્યુચર પ્લાન.

MoneyControl Newsઅપડેટેડ Aug 13, 2026 પર 12:55 PM
એસ્ટ્રલના શેરમાં 9%નો જંગી ઉછાળો: 5 વર્ષમાં સૌથી મોટી તેજી, જાણો બ્રોકરેજ ફર્મ્સે શું આપ્યો નવો ટાર્ગેટ?એસ્ટ્રલના શેરમાં 9%નો જંગી ઉછાળો: 5 વર્ષમાં સૌથી મોટી તેજી, જાણો બ્રોકરેજ ફર્મ્સે શું આપ્યો નવો ટાર્ગેટ?
એસ્ટ્રલના પરિણામો બાદ જાણીતી બ્રોકરેજ કંપનીઓએ તેમના ટાર્ગેટ પ્રાઈસમાં મોટો ફેરફાર કર્યો છે.

Astral Share Price: પાઈપ, એડહેસિવ્સ, બાથવેર અને પેઇન્ટ્સ બનાવતી જાણીતી કંપની એસ્ટ્રલના શેરમાં આજે તોફાની તેજી જોવા મળી છે. જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર થયા બાદ કંપનીના શેરમાં 9%થી વધુનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ઇન્ટ્રા-ડેમાં જોવા મળેલી આ સૌથી મોટી તેજી છે. શાનદાર પરિણામોને જોતા મોટી બ્રોકરેજ ફર્મ્સે પણ આ શેર માટે પોઝિટિવ રેટિંગ આપ્યું છે, જેના કારણે આજે રોકાણકારો આ શેર પર તૂટી પડ્યા હતા.

આજના ટ્રેડિંગ સેશનમાં, બીએસઇ પર આ શેર 9.60% ઉછળીને ઇન્ટ્રા-ડે હાઈ 1599.00 રૂપિયા પર પહોંચી ગયો હતો. હાલમાં આ શેર લગભગ 7.06%ના વધારા સાથે 1561.95 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ્સનું શું કહેવું છે?

એસ્ટ્રલના પરિણામો બાદ જાણીતી બ્રોકરેજ કંપનીઓએ તેમના ટાર્ગેટ પ્રાઈસમાં મોટો ફેરફાર કર્યો છે:

જેપી મોર્ગન: આ ફર્મે એસ્ટ્રલનું રેટિંગ 'ન્યુટ્રલ' થી વધારીને 'ઓવરવેઈટ' કર્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ 1600 રૂપિયાથી વધારીને 1750 રૂપિયા કરી દીધો છે.

નુવામા: નુવામાએ પણ રેટિંગ હોલ્ડથી અપગ્રેડ કરીને બાય કર્યું છે. સાથે જ ટાર્ગેટ પ્રાઈસ 1572 રૂપિયાથી વધારીને 1675 રૂપિયા આપ્યો છે.

સિટી: સિટી બ્રોકરેજે ખરીદીની સલાહ જાળવી રાખી છે અને સૌથી ઊંચો 1900 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. તેમના મતે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના મહિનાઓમાં કંપનીના વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો