Get App

Aurobindo Pharma Share Buyback: કંપની લાવશે 800 કરોડ રૂપિયાનો મેગા બાયબેક, જાણો રેકોર્ડ ડેટ અને તમામ વિગતો

Aurobindo Pharma Share Buyback: ઓરોબિંદો ફાર્મા (Aurobindo Pharma) 800 કરોડ રૂપિયાના શેર બાયબેક કરવાની છે. કંપની 1,475 રૂપિયા પ્રતિ શેરના ભાવે શેર ખરીદશે. જાણો રેકોર્ડ ડેટ અને અન્ય વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Apr 06, 2026 પર 10:13 AM
Aurobindo Pharma Share Buyback: કંપની લાવશે 800 કરોડ રૂપિયાનો મેગા બાયબેક, જાણો રેકોર્ડ ડેટ અને તમામ વિગતોAurobindo Pharma Share Buyback: કંપની લાવશે 800 કરોડ રૂપિયાનો મેગા બાયબેક, જાણો રેકોર્ડ ડેટ અને તમામ વિગતો
Aurobindo Pharma Share Buyback: ઓરોબિંદો ફાર્મા (Aurobindo Pharma) 800 કરોડ રૂપિયાના શેર બાયબેક કરવાની છે.

Aurobindo Pharma Share Buyback: દવા બનાવતી જાણીતી કંપની ઓરોબિંદો ફાર્મા (Aurobindo Pharma) પોતાના રોકાણકારો માટે એક મોટા સમાચાર લાવી છે. કંપનીના બોર્ડે 800 કરોડ રૂપિયાના શેર બાયબેકને (Share Buyback) લીલી ઝંડી આપી દીધી છે. સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, આ બાયબેક માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ આ બાયબેકની તમામ મહત્વની વિગતો.

કેવી રીતે થશે બાયબેક?

કંપનીએ જણાવ્યા અનુસાર આ બાયબેક "ટેન્ડર ઓફર" દ્વારા કરવામાં આવશે. તેનો સીધો અર્થ એ છે કે, રોકાણકારો પાસેથી કંપની દ્વારા અગાઉથી નક્કી કરાયેલા 1,475 રૂપિયાના ભાવે જ શેર પરત લેવામાં આવશે. કંપની કુલ 54,23,728 ફુલ્લી પેડ-અપ ઇક્વિટી શેર પાછા ખરીદશે. દરેક શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. આ શેર 1,475 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ કંપની કુલ 800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

રેકોર્ડ ડેટ (Record Date) કઈ છે?

ઓરોબિંદો ફાર્માએ આ બાયબેક માટે શુક્રવાર, 17 એપ્રિલ 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આનો અર્થ એ છે કે, જે રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં ગુરુવાર, 16 એપ્રિલના રોજ માર્કેટ બંધ થવા સુધીમાં કંપનીના શેર જમા હશે, માત્ર તેઓ જ આ બાયબેકમાં ભાગ લઈ શકશે.

બે વર્ષમાં આ પહેલો બાયબેક

લગભગ બે વર્ષના ગાળા બાદ કંપની આવો બાયબેક લાવી રહી છે. આ પહેલા ઓગસ્ટ 2024 માં કંપનીએ 1,460 રૂપિયાના ભાવે 51.36 લાખ શેર ખરીદવાની જાહેરાત કરી હતી. તે સમયે કંપનીએ આ પ્રક્રિયા પાછળ 750 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો