Get App

Simca Advertising IPO: રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! 15% ના મોટા નુકસાન સાથે શેરબજારમાં લિસ્ટિંગ

Simca Advertising IPO: Simca Advertisingનો IPO NSE SME પર 15%ના ઘટાડા સાથે રૂપિયા 156 પર લિસ્ટ થયો છે. શાનદાર સબસ્ક્રિપ્શન છતાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. જાણો કંપનીના ફંડામેન્ટલ્સ અને લિસ્ટિંગ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં.

MoneyControl Newsઅપડેટેડ May 15, 2026 પર 10:41 AM
Simca Advertising IPO: રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! 15% ના મોટા નુકસાન સાથે શેરબજારમાં લિસ્ટિંગSimca Advertising IPO: રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! 15% ના મોટા નુકસાન સાથે શેરબજારમાં લિસ્ટિંગ
Simca Advertisingનો IPO NSE SME પર 15%ના ઘટાડા સાથે રૂપિયા 156 પર લિસ્ટ થયો છે.

Simca Advertising IPO: મુંબઈ સ્થિત SME કંપની સિમ્કા એડવર્ટાઈઝિંગ (Simca Advertising)ની શેરબજારમાં એન્ટ્રી ખૂબ જ નિરાશાજનક રહી છે. જે રોકાણકારો આ IPO માં સારા લિસ્ટિંગ ગેઈનની આશા રાખીને બેઠા હતા, તેમને લિસ્ટિંગના દિવસે જ મોટો ઝટકો લાગ્યો છે.

લિસ્ટિંગમાં 15%નો મોટો ઘટાડો

15 મેના રોજ NSE SME પ્લેટફોર્મ પર કંપનીનો શેર આશરે 15 ટકાના કડાકા સાથે 156 રૂપિયા પર લિસ્ટ થયો હતો. નોંધનીય છે કે, કંપનીએ પોતાના શેરની ઈશ્યૂ પ્રાઈસ 183 રૂપિયા નક્કી કરી હતી. એટલે કે, જે રોકાણકારોને શેર લાગ્યા છે તેમને સીધું જ નુકસાન સહન કરવું પડ્યું છે.

સબસ્ક્રિપ્શન ડેટા: રોકાણકારોએ પડાપડી કરી હતી

કંપનીનો 58.04 કરોડ રૂપિયાનો આ IPO 8 મે ના રોજ ખુલ્યો હતો અને 11 મે ના રોજ બંધ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ઈશ્યૂને બજારમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તે કુલ 80.88 ગણો ભરાયો હતો. જો કેટેગરી મુજબ જોઈએ તો:

ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 101.08 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) નો હિસ્સો 81.54 ગણો ભરાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો