India-US trade: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 'ટેરિફ કિંગ' ગણાવીને 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેમાં 25% પેનલ્ટી તરીકે છે. ટ્રમ્પનો આરોપ છે કે ભારત રશિયા સાથે તેલ અને હથિયારોનો વેપાર કરે છે. પરંતુ શું ભારત આનો જવાબ આપી શકે? 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 131.84 બિલિયન ડોલરનો હતો, જેમાં ભારતે 86.51 બિલિયન ડોલરની નિકાસ અને 45.33 બિલિયન ડોલરની આયાત કરી. આવી સ્થિતિમાં, જો ભારત અમેરિકન કંપનીઓ પર સકંજો કસે, તો અમેરિકન અર્થતંત્રને મોટો ફટકો પડી શકે.