TCS કર્મચારીઓ માટે મોટા સમાચાર: Q1માં વેરિએબલ પેમાં ઘટાડો, હવે મિડ અને સિનિયર લેવલને મળશે માત્ર 60-70% બોનસ | Moneycontrol Gujarati
Get App

TCS કર્મચારીઓ માટે મોટા સમાચાર: Q1માં વેરિએબલ પેમાં ઘટાડો, હવે મિડ અને સિનિયર લેવલને મળશે માત્ર 60-70% બોનસ

IT કંપની TCS એ એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટર માટે મિડ અને સિનિયર લેવલના કર્મચારીઓના વેરિએબલ પેમાં કાપ મૂકી 60-70% નક્કી કર્યો છે. જાણો ઓફિસ એટેન્ડન્સના નવા નિયમો.

અપડેટેડ 03:42:01 PM Aug 27, 2026 પર
Story continues below Advertisement
TCSએ પોતાના વેરિએબલ પે ને ઓફિસની હાજરીસાથે જોડી દીધો છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, જે કર્મચારીઓની ઓફિસમાં હાજરી 60 ટકાથી ઓછી હશે, તેઓ કોઈપણ ત્રિમાસિક બોનસ મેળવવા માટે હકદાર રહેશે નહીં.

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસએ તેના મિડ અને સિનિયર લેવલના કર્મચારીઓને થોડો ઝટકો આપ્યો છે. કંપનીએ એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટર માટે આ કર્મચારીઓના ત્રિમાસિક વેરિએબલ પેમાં કાપ મૂક્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરેરાશ 60 થી 70 ટકા વેરિએબલ પે જ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કંપનીના ઓપરેટિંગ માર્જિન પર વધી રહેલું દબાણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ થઈ રહેલું સતત મોટું રોકાણ માનવામાં આવે છે.

પહેલા કરતા કેટલો ઓછો મળ્યો વેરિએબલ પે?

જો આપણે પાછલા બે ક્વાર્ટરની વાત કરીએ, તો કંપનીએ સરેરાશ 80 ટકા જેટલું ત્રિમાસિક બોનસ આપ્યું હતું, જેની સરખામણીમાં આ વખતે ઘટાડો નોંધાયો છે. જોકે, વાર્ષિક ધોરણે જોઈએ તો આ જૂન ક્વાર્ટરનું વેરિએબલ પેઆઉટ વધારે છે, કારણ કે જૂન 2025 સુધીના લગભગ 2 વર્ષના સમયગાળામાં કંપનીએ માત્ર 20 થી 40 ટકા જ વેરિએબલ પે આપ્યો હતો.

એક સિનિયર કર્મચારીએ જણાવ્યું કે, "આ ક્વાર્ટરમાં મારા વેરિએબલ પે માં 30-35 ટકાનો કાપ આવ્યો છે. અમને 100 ટકા વેરિએબલ પે મળ્યાને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે."


શું જુનિયર લેવલના કર્મચારીઓને પણ નુકસાન થશે?

ના, આ કાપની અસર માત્ર મિડ અને સિનિયર લેવલના કર્મચારીઓ પર જ પડી છે. જે કર્મચારીઓ જુનિયર બેન્ડમાં આવે છે, તેમને તેમના ત્રિમાસિક બોનસના પૂરા 100 ટકા મળી રહ્યા છે. નોંધનીય છે કે, TCS ના કુલ વર્કફોર્સમાં સૌથી મોટો હિસ્સો આ જુનિયર કર્મચારીઓનો જ છે.

હાલમાં આખી IT ઇન્ડસ્ટ્રી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ગ્લોબલ માર્કેટમાં ડિમાન્ડ ઓછી છે અને AI ના કારણે ભાવો ઘટાડવાનું દબાણ છે. દેશની અન્ય એક મોટી IT કંપની ઈન્ફોસિસએ પણ Q1 માટે પોતાનો સરેરાશ વેરિએબલ પે ઘટાડીને 70 ટકા કરી દીધો છે, જે ગયા વર્ષે આજ સમયગાળામાં 80 ટકા હતો.

બોનસ જોઈતું હોય તો ઓફિસે આવવું પડશે ફરજિયાત

TCS એ પોતાના વેરિએબલ પે ને ઓફિસની હાજરીસાથે જોડી દીધો છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, જે કર્મચારીઓની ઓફિસમાં હાજરી 60 ટકાથી ઓછી હશે, તેઓ કોઈપણ ત્રિમાસિક બોનસ મેળવવા માટે હકદાર રહેશે નહીં. કંપનીની પોલીસી મુજબ અઠવાડિયામાં 5 દિવસ ઓફિસથી કામ કરવું ફરજિયાત છે.

જાણો ઓફિસ એટેન્ડન્સ પર કેવી રીતે મળશે બોનસ

જો કર્મચારીની ઓફિસમાં હાજરી 85 ટકા કે તેથી વધુ હશે, તો જ તે પૂરેપૂરો ત્રિમાસિક વેરિએબલ પે મેળવવા હકદાર બનશે. 75% થી 85% હાજરીવાળા કર્મચારીઓને તેમના વેરિએબલ પે ના 75 ટકા જ મળશે. 60% થી 75% હાજરીના કેટેગરીમાં આવતા કર્મચારીઓને તેમના બોનસના માત્ર 50 ટકા જ ચૂકવવામાં આવશે. 60% થી ઓછી હાજરી પર એક પણ રૂપિયો બોનસ મળશે નહીં.

આ પણ વાંચો-ChatGPT Ads: હવે ચેટજીપીટીના જવાબો સાથે દેખાશે જાહેરાતો, જાણો OpenAI નો નવો પ્લાન અને કોને નહીં દેખાય એડ્સ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2026 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.