UPI યુઝર્સ માટે મોટા સમાચાર: MDR લાગુ થાય તે પહેલાં જ વ્યવહારોમાં 1.8%નો મોટો ઘટાડો, જાણો RBIનો લેટેસ્ટ રિપોર્ટ
UPI transactions latest data: RBIના લેટેસ્ટ ડેટા મુજબ સપ્ટેમ્બરમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 1.8% અને વેલ્યુમાં 1.5%નો ઘટાડો નોંધાયો છે. MDR લાગુ થાય તે પહેલાં આવેલા આ આંકડાઓનું સાચું કારણ અને અન્ય ડિજિટલ પેમેન્ટની સંપૂર્ણ ડિટેલ અહીં વાંચો.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં માસિક આધાર પર UPI ટ્રાન્ઝેક્શનમાં 1.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
UPI transactions latest data: આજના સમયમાં શાકભાજી લેવાથી માંડીને મોટા શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ આપણે UPIનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ, દેશમાં UPI ટ્રાન્ઝેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, વેપારીઓ માટે વધુ રકમના યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થવાના આશરે બે અઠવાડિયા પહેલા જ આ ઘટાડો નોંધાયો છે. ચાલો જાણીએ આંકડા શું કહે છે અને આ ઘટાડા પાછળનું સાચું કારણ શું છે.
સપ્ટેમ્બર મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં માસિક આધાર પર UPI ટ્રાન્ઝેક્શનમાં 1.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ મહિનામાં કુલ 2407 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે. જ્યારે અગાઉ ઓગસ્ટ મહિનામાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત UPI મારફતે 2450 કરોડ વ્યવહારો થયા હતા. માત્ર ટ્રાન્ઝેક્શનની સંખ્યા જ નહીં, પરંતુ પેમેન્ટની કુલ વેલ્યુ (રકમ) માં પણ 1.50 ટકાનો ફટકો પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં UPI પેમેન્ટની કુલ વેલ્યુ 29.82 લાખ કરોડ રૂપિયા હતી, જે સપ્ટેમ્બરમાં ઘટીને 29.37 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
શું છે આ ઘટાડા પાછળનું સાચું કારણ?
જો તમને લાગતું હોય કે લોકોએ UPI નો ઉપયોગ ઓછો કરી દીધો છે, તો એવું બિલકુલ નથી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મહિનાના દિવસો છે. ઓગસ્ટ મહિનામાં 31 દિવસ હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય છે. એક દિવસ ઓછો હોવાના કારણે કુલ આંકડામાં આ ઘટાડો દેખાઈ રહ્યો છે.
આ વાતની સાબિતી એ છે કે, રોજના સરેરાશ વ્યવહારોમાં તો ખરેખર વધારો જ થયો છે! ઓગસ્ટમાં રોજ સરેરાશ 79.1 કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા, જે સપ્ટેમ્બરમાં વધીને પ્રતિદિન 80.2 કરોડ થઈ ગયા છે.
અન્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમોની શું છે સ્થિતિ?
UPI સિવાય અન્ય ડિજિટલ ફંડ ટ્રાન્સફર માધ્યમોની વાત કરીએ તો RBI ના સપ્ટેમ્બર મહિનાના આંકડા નીચે મુજબ છે:
RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ): આ મોટી રકમના પેમેન્ટ સિસ્ટમ દ્વારા 3.25 કરોડ ટ્રાન્ઝેક્શન થયા, જેની કુલ વેલ્યુ સૌથી વધુ એટલે કે 235.71 લાખ કરોડ રૂપિયા નોંધાઈ.
NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર): નેફ્ટ દ્વારા સપ્ટેમ્બરમાં કુલ 86.2 કરોડ વ્યવહારો થયા અને તેની કુલ વેલ્યુ 46.75 લાખ કરોડ રૂપિયા રહી.
એકંદરે જોઈએ તો મહિનાના દિવસો ઓછા હોવાને કારણે કુલ આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન સ્પષ્ટ કરે છે કે ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે આગામી સમયમાં MDR ના નિયમો લાગુ થયા પછી પેમેન્ટ માર્કેટમાં કેવા ફેરફારો આવે છે તે જોવું રસપ્રદ રહેશે.