છેલ્લા કેટલાક વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આના કારણે નોકરીઓ ગુમાવવાનો ભય ફેલાયો છે. ઘણી કંપનીઓ, ખાસ કરીને ટેક કંપનીઓમાં, છટણીનો સામનો કરી રહી છે. OpenAI ના CEO સેમ ઓલ્ટમેન એ તો કહ્યું છે કે AI 40% નોકરીઓનું સ્થાન લેશે. જોકે, Google Cloud ના CEO થોમસ કુરિયન કહે છે કે AI ને કારણે નોકરી ગુમાવવાનો ભય પાયાવિહોણો છે.

