Maruti Suzuki Biogas Plant: દેશની સૌથી મોટી પેસેન્જર વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી હવે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. કંપની પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવા માટે 561 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. આ રોકાણ હેઠળ કંપની 4 નવા બાયોગેસ પ્લાન્ટ લગાવશે. આ નિર્ણયથી માત્ર કંપનીને જ નહીં, પરંતુ ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે.

