Get App

અસમ માટે કેબિનેટનો મોટો નિર્ણય: 2014 કરોડના ખર્ચે સિલચરમાં બનશે નવું આધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો શું મળશે સુવિધાઓ

કેન્દ્ર સરકારે અસમના સિલચર (ડોલુ) ખાતે 2014 કરોડના ખર્ચે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે. વાર્ષિક 10.1 લાખ પેસેન્જર ક્ષમતા સાથે આધુનિક સુવિધાઓ મળશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 25, 2026 પર 4:14 PM
અસમ માટે કેબિનેટનો મોટો નિર્ણય: 2014 કરોડના ખર્ચે સિલચરમાં બનશે નવું આધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો શું મળશે સુવિધાઓઅસમ માટે કેબિનેટનો મોટો નિર્ણય: 2014 કરોડના ખર્ચે સિલચરમાં બનશે નવું આધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો શું મળશે સુવિધાઓ
આ નવા આધુનિક હવાઈ મથકના નિર્માણથી માત્ર સિલચર અને બરાક વેલીના નાગરિકોને જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસીઓને ઉત્તમ હવાઈ સુવિધા મળશે.

Assam Greenfield Airport: ઉત્તર-પૂર્વ ભારતમાં હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે અસમના સિલચર નજીક આવેલા ડોલુ ખાતે નવું અદ્યતન 'ગ્રીનફિલ્ડ એરપોર્ટ' બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ આશરે 2014 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ નવા આધુનિક હવાઈ મથકના નિર્માણથી માત્ર સિલચર અને બરાક વેલીના નાગરિકોને જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસીઓને ઉત્તમ હવાઈ સુવિધા મળશે. તેનાથી વિસ્તારમાં વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને મોટો વેગ મળશે.

નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુખ્ય ખાસિયતો

ડોલુ ખાતે આકાર પામનાર આ નવું એરપોર્ટ આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ હશે:

બધા સમાચાર

+ વધુુ વાંચો