UP Election Congress SP Seat Sharing: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને મોટો રાજકીય ડખો સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકો અંગે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ અખિલેશ યાદવની પાર્ટીએ 5 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સપાના આ અચાનક પગલાંથી કોંગ્રેસ છાવણીમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે અને હવે કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવીને સ્પષ્ટ કહી દીધું છે કે 100 થી ઓછી બેઠકો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.

