ટાટા સ્ટીલ સાથે મોટી ડીલની જાહેરાત બાદ APL Apollo Tubesના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. શુક્રવારથી અત્યાર સુધી શેરમાં લગભગ 33% ઘટાડો થયો છે. 25 નવેમ્બરના ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન શેર 15% તૂટીને ₹1,419.50 પર બીજા લોઅર સર્કિટ પર પહોંચ્યો હતો. જોકે, બાદમાં શેરમાં થોડી રિકવરી આવી અને બપોરે 2:08 વાગ્યે ₹1,488 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડા વચ્ચે બ્રોકરેજ ફર્મ Motilal Oswalએ શેર પર BUY રેટિંગ જાળવી રાખીને ₹2,220નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.

