Get App

Hero MotoCorp Share Price: હીરો મોટોકોર્પના શેરમાં ભારે કડાકો, જેફરીઝે રેટિંગ ઘટાડતા શેર 5% તૂટ્યો; જાણો શું છે કારણ

Hero MotoCorp Share Price: હીરો મોટોકોર્પના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝે 'અંડરપર્ફોર્મ' રેટિંગ આપીને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડ્યો છે. જાણો માર્કેટ શેર અને વેલ્યુએશન અંગે નિષ્ણાતોનો શું મત છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 18, 2025 પર 11:03 AM
Hero MotoCorp Share Price: હીરો મોટોકોર્પના શેરમાં ભારે કડાકો, જેફરીઝે રેટિંગ ઘટાડતા શેર 5% તૂટ્યો; જાણો શું છે કારણHero MotoCorp Share Price: હીરો મોટોકોર્પના શેરમાં ભારે કડાકો, જેફરીઝે રેટિંગ ઘટાડતા શેર 5% તૂટ્યો; જાણો શું છે કારણ
Hero MotoCorp Share Price: હીરો મોટોકોર્પના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Hero MotoCorp Share Price: દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp)ના શેરધારકો માટે 18 ડિસેમ્બરનો દિવસ નિરાશાજનક રહ્યો. પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે (Jefferies) કંપનીના શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કરતાં જ શેરમાં ભારે વેચવાલી જોવા મળી. દિવસના કારોબાર દરમિયાન BSE પર શેર લગભગ 5% તૂટીને 5524.55 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

જેફરીઝે શા માટે ઘટાડ્યું રેટિંગ અને ટાર્ગેટ?

બ્રોકરેજ ફર્મ જેફરીઝે હીરો મોટોકોર્પના શેર માટે તેની રેટિંગ 'હોલ્ડ' (Hold)થી ઘટાડીને 'અંડરપર્ફોર્મ' કરી દીધી છે. આ સાથે, શેરનો ટાર્ગેટ પ્રાઇસ પણ અગાઉના 5550થી ઘટાડીને 4950 પ્રતિ શેર કરી દેવામાં આવ્યો છે. આ નવો ટાર્ગેટ 17 ડિસેમ્બરના બંધ ભાવ કરતાં લગભગ 15% ઓછો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

માર્કેટ શેરમાં ઘટાડો અને મોંઘું વેલ્યુએશન

જેફરીઝ ટુ-વ્હીલર સેક્ટરની કુલ માંગને લઈને સકારાત્મક છે, પરંતુ તેનું માનવું છે કે GSTમાં ઘટાડાને કારણે આવેલી તેજી હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં ધીમી પડી છે. સૌથી મોટું કારણ એ છે કે વાહનોના રજિસ્ટ્રેશન મામલે ડિસેમ્બરમાં હીરો મોટોકોર્પનો બજાર હિસ્સો (Market Share) ફરીથી ઘટ્યો છે. UBSના રિપોર્ટ મુજબ, ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં કંપનીનો બજાર હિસ્સો ઘટીને 19% થઈ ગયો છે, જે નવેમ્બર 2023માં 35% હતો. આ ઉપરાંત, જેફરીઝનું માનવું છે કે આ વર્ષે શેરમાં લગભગ 40%નો વધારો મુખ્યત્વે વેલ્યુએશન વધવાને કારણે થયો છે અને FY27 P/Eના 20 ગણા પર વેલ્યુએશન હવે મોંઘું લાગી રહ્યું છે.

સ્ટોકનું પ્રદર્શન અને અન્ય નિષ્ણાતોનો મત

છેલ્લા 6 મહિનામાં હીરો મોટોકોર્પના શેરમાં 30%નો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં 42 એનાલિસ્ટ આ શેરને ટ્રેક કરી રહ્યા છે, જેમાંથી 26 એ 'ખરીદી' (Buy) રેટિંગ આપી છે, 10એ 'હોલ્ડ' (Hold) અને 6 એ 'વેચાણ' (Sell) ની સલાહ આપી છે. નોંધનીય છે કે નવેમ્બરમાં પ્રભુદાસ લીલાધરે શેર માટે 6190 અને મોતીલાલ ઓસવાલે 6500 નો ટાર્ગેટ ભાવ આપ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો