ભારતે યુરોપિયન યુનિયનમાંથી આયાત કરાયેલા અમુક માલસામાન પર WTOના ધારાધોરણો હેઠળ વળતી કસ્ટમ્સ ડ્યુટી લાદવાની દરખાસ્ત કરી છે. સ્ટીલ પ્રોડક્ટ્સ પર યુરોપિયન યુનિયનના સલામતીનાં પગલાં અંગે કોઈ સર્વસંમતિ ન હોવાથી ભારતે આ સ્ટેપ ભર્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને મોકલવામાં આવેલા સંદેશમાં, ભારત સરકારે કહ્યું કે તે છૂટછાટોને સ્થગિત કરશે અને યુરોપિયન યુનિયનમાં ઉત્પાદિત પસંદગીના પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારશે. ભારત સરકારે જણાવ્યું હતું કે, "2018થી 2023 સુધી EU સુરક્ષા પગલાંને કારણે ભારતને $4.41 બિલિયનની કુલ વેપાર ખાધનો સામનો કરવો પડ્યો છે, જેના પર ડ્યૂટી કલેક્શન $1.10 બિલિયન થશે. તે મુજબ, જો ભારત છૂટછાટોને સ્થગિત કરે છે, તો ડ્યૂટીની સમાન રકમ હશે. EUમાં ઉત્પાદિત માલ પર એકત્રિત કરવામાં આવે છે."

