India-Japan Deal: વોશિંગ્ટનના એકતરફી નિર્ણયથી ભારત પર 50% ટેરિફ લાગ્યા છે, પરંતુ ભારત આ દબાણની સામે નમાવા નથી તૈયાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથેના ભારતના સંબંધોને નિશાન બનાવીને 25% વધારાનું ટેરિફ લાદ્યું, જે 27 ઓગસ્ટ, 2025થી લાગુ થશે. આનો જવાબ આપવા ભારતે વૈકલ્પિક બજારો શોધવાનું શરૂ કર્યું છે, અને આ કડીમાં ભારત-જાપાન વચ્ચે એક મહત્વની ડીલની તૈયારી ચાલી રહી છે.