Get App

ITC Share Price: શું ઘટાડાનો દોર પૂરો થયો? રોકાણકારોએ હવે ખરીદવા કે વેચવા? જાણો એક્સપર્ટનો મત

ITC Share Price: ITCના શેરમાં સિગારેટ પર ટેક્સ વધવાને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, હવે શેરમાં રિકવરી આવી છે. શું હવે રોકાણ કરવાનો યોગ્ય સમય છે? જાણો બ્રોકરેજ ફર્મ્સ અને એક્સપર્ટ્સનો નવો ટાર્ગેટ ભાવ.

MoneyControl Newsઅપડેટેડ Feb 08, 2026 પર 12:50 PM
ITC Share Price: શું ઘટાડાનો દોર પૂરો થયો? રોકાણકારોએ હવે ખરીદવા કે વેચવા? જાણો એક્સપર્ટનો મતITC Share Price: શું ઘટાડાનો દોર પૂરો થયો? રોકાણકારોએ હવે ખરીદવા કે વેચવા? જાણો એક્સપર્ટનો મત
ITC Share Price: ITCના શેરમાં સિગારેટ પર ટેક્સ વધવાને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ITC Share Price: દેશની દિગ્ગજ FMCG કંપની ITCના શેરોમાં છેલ્લા થોડા દિવસોમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી છે. બજેટ અને સિગારેટ પર ટેક્સ વધવાના કારણે કંપનીના શેરોમાં મોટો કડાકો બોલી ગયો હતો. રોકાણકારો મુંઝવણમાં છે કે આ ઘટાડો પૂરો થયો છે કે હજુ વધુ તૂટશે? જો તમે પણ ITC માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા તમારી પાસે શેર હોય, તો એક્સપર્ટ્સનો અભિપ્રાય જાણવો ખુબ જરૂરી છે.

શેરની ચાલ: કડાકા બાદ રિકવરી

આવતા નાણાકીય વર્ષ 2027ના બજેટ અને સિગારેટ પર ટેક્સ વધારવાના નિર્ણય બાદ તરત જ એટલે કે 2 ફેબ્રુઆરીએ ITCના શેર ધડામ દઈને નીચે પટકાયા હતા. આ ઘટાડો એટલો તીવ્ર હતો કે શેર તેની એક વર્ષની સૌથી નીચી સપાટીએ (Low Level) પહોંચી ગયો હતો. જોકે, આ ઘટાડા બાદ શેરમાં થોડી રિકવરી જોવા મળી છે.

છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો, શુક્રવારે 6 ફેબ્રુઆરીએ BSE પર ITCનો શેર 5.09%ની મજબૂત તેજી સાથે 326.05 રૂપિયા પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, 2 ફેબ્રુઆરીએ આ જ શેર તૂટીને 326.05ના સ્તરે પહોંચ્યો હતો, જે તેનો લોઅર લેવલ હતો. જ્યારે ગયા વર્ષે 6 ફેબ્રુઆરી 2025ના રોજ આ શેર 450.10 રૂપિયાની રેકોર્ડ હાઈ સપાટીએ હતો.

શું ઘટાડો અટકી ગયો છે? એક્સપર્ટનો મત

શું ITCના શેરમાં હવે ‘બોટમ' બની ગયું છે? શું હવે અહીંથી તેજી આવશે? આ સવાલ પર એસબીઆઈ સિક્યોરિટીઝના ટેકનિકલ રિસર્ચ હેડ, સુદીપ શાહનું કહેવું છે કે કોઈ પણ નિર્ણય પર આવવું હાલ ઉતાવળ ભરેલું ગણાશે.

તેમણે જણાવ્યું કે, "ભલે શેરમાં મજબૂત વોલ્યુમ સાથે રિકવરી જોવા મળી છે, જે સારી વાત છે, પરંતુ આનાથી એ સાબિત નથી થતું કે ટ્રેન્ડ બદલાઈ ગયો છે." સુદીપ શાહના મતે, શેર હજુ પણ તેના મુખ્ય શોર્ટ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો છે, તેથી રોકાણકારોએ સાવધાન રહેવું જોઈએ. હાલની તેજી 305-310 રૂપિયાના સપોર્ટ લેવલથી આવી છે. જો ભવિષ્યમાં આ લેવલ તૂટે છે, તો શેરમાં વધુ નબળાઈ જોવા મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો