LG Electronics Q2 Results: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ તેના સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2 FY26) પરિણામો જાહેર કર્યા છે. તેના IPO પછી આ કંપનીનું પહેલું પરિણામ છે. LG ઇલેક્ટ્રોનિક્સનો ચોખ્ખો નફો 27.3% ઘટીને ₹389 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹536 કરોડ હતો. કંપનીએ જણાવ્યું હતું કે GST દરોમાં તાજેતરમાં ઘટાડાને કારણે, ગ્રાહકોએ ઇલેક્ટ્રોનિક અને ઘરગથ્થુ ચીજવસ્તુઓની ખરીદી મુલતવી રાખી હતી, જેના કારણે વેચાણ પર અસર પડી અને નફો ઘટ્યો.

