Mahakumbh 2025: મહાકુંભના પ્રથમ સ્નાન ઉત્સવ, પોષ પૂર્ણિમા નિમિત્તે પ્રયાગરાજના સંગમ કિનારે મોટી ભીડ એકઠી થઈ હતી. પહેલા દિવસે, લગભગ 1.65 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી. પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલતો મહાકુંભ 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે જેમાં લગભગ 40 કરોડ ભક્તો સંગમમાં ડૂબકી લગાવશે તેવી અપેક્ષા છે. ભલે કુંભ એ શ્રદ્ધાનો સંગમ છે, જેમાં દુનિયાભરના લોકો ડૂબકી લગાવશે, પરંતુ આ વખતે કુંભ શ્રદ્ધાની સાથે સાથે વ્યવસાયનો પણ સંગમ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ વર્ષના કુંભમાં 2 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ બિઝનેસ થવાનો અંદાજ છે. કુંભથી સરકારને લગભગ 25 હજાર કરોડ રૂપિયાની આવક થવાની પણ અપેક્ષા છે. ચાલો જાણીએ કે કુંભી કેવી રીતે શ્રદ્ધાની સાથે વ્યવસાયનું સંગમ બની ગયું છે.