Get App

Reliance 48th AGM: AI અને ક્લીન એનર્જીથી ભનશે ભવિષ્ય, ભારતની પાસે અપાર તકો - મુકેશ અંબાણી

Reliance 48th AGM: મુકેશ અંબાણીએ કહ્યું કે ભલે વૈશ્વિક અર્થતંત્ર અસ્થિર બનેલુ છે, પરંતુ ભારતમાં ઝડપથી વિકાસ કરવાની ઘણી તકો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય હિતમાં ટ્રેડ ફ્લો જાળવી રાખવો એ ભારતની સમૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 29, 2025 પર 3:50 PM
Reliance 48th AGM: AI અને ક્લીન એનર્જીથી ભનશે ભવિષ્ય, ભારતની પાસે અપાર તકો - મુકેશ અંબાણીReliance 48th AGM: AI અને ક્લીન એનર્જીથી ભનશે ભવિષ્ય, ભારતની પાસે અપાર તકો - મુકેશ અંબાણી
Reliance 48th AGM: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 48મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) માં ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધિત કર્યુ.

Reliance 48th AGM: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 48મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) માં ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધિત કર્યુ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આગામી વર્ષમાં કંપનીનું ધ્યાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લિન એનર્જી પર છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભલે વૈશ્વિક અર્થતંત્ર અસ્થિર બનેલુ છે, પરંતુ ભારતમાં ઝડપથી વિકાસ કરવાની ઘણી તકો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય હિતમાં ટ્રેડ ફ્લો જાળવી રાખવો એ ભારતની સમૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે.

RILનો આગામી વિકાસ તબક્કો AI અને સ્વચ્છ ઉર્જા વ્યવસાય પર આધારિત હશે. કંપનીએ ગ્રીન એનર્જી પ્લેટફોર્મને ભવિષ્યનું તેનું સૌથી મોટું વિકાસ એન્જિન ગણાવ્યું. વૈશ્વિક અસ્થિરતા (ટેરિફ, ભૂ-રાજકીય તણાવ) વચ્ચે, ભારત વિશ્વની સૌથી મોટી તક બની રહ્યું છે. અંબાણીએ કહ્યું કે RIL રાષ્ટ્રીય હિત અને ભારતની આર્થિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને દરેક પગલું ભરશે.

AI અને ગ્રીન એનર્જી પર ભાર મૂકવાનો અર્થ એ છે કે RIL આગામી 5-7 વર્ષમાં નવા વિકાસ એન્જિનથી મોટી આવક મેળવી શકે છે. લાંબા ગાળાનું વિચારી રહેલા રોકાણકારો માટે, આ AGM સકારાત્મક સંકેતો આપે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો