Olaએ ડ્રાઈવર પાર્ટનર્સ માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવે દેશભરમાં ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં નહીં આવે. આ નિર્ણયથી 10 લાખથી વધુ ડ્રાઈવરોને તેમની સંપૂર્ણ કમાણી પોતાની પાસે રાખવાનો ફાયદો મળશે. Olaનું કહેવું છે કે આ પગલું ડ્રાઈવરોને વધુ ફાયદો પહોંચાડવા માટે ઉઠાવવામાં આવ્યું છે.