ONGC Share Price: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના શેરમાં નજીકના ભવિષ્યમાં લગભગ 50 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે, એવો અંદાજ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ્સે વ્યક્ત કર્યો છે. આ અંદાજ કંપનીના માર્ચ 2025 ત્રિમાસિક નાણાકીય પરિણામોના જાહેરાત બાદ આવ્યો છે. બ્રોકરેજ ફર્મ્સે ONGCના શેરને મજબૂત રેટિંગ આપ્યું છે, જેમાં ગ્લોબલ બ્રોકરેજ CLSAએ શેરને "હાઇ કન્વિક્શન આઉટપરફોર્મ" રેટિંગ આપ્યું છે, જ્યારે જેફરીઝે "બાય" રેટિંગ સાથે ખરીદીની ભલામણ કરી છે.