Reliance Industries Q1 Results 2025: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ 76%ના ઉછાળા સાથે 30,783 કરોડ રૂપિયા રહ્યો, જેમાં એક વખતના ગેઇનનો મોટો ફાળો છે. કંપનીની રેવન્યૂ 2.73 લાખ કરોડ રૂપિયા રહી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, "ગ્લોબલ મેક્રોમાં અસ્થિરતા હોવા છતાં, રિલાયન્સે FY26ની શરૂઆત રોબસ્ટ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ સાથે કરી છે."

