રિલાયન્સનો ટેક્સ પછીનો રેકરિંગ પ્રોફિટ માઇનોરિટી ઇન્ટરેસ્ટ પહેલાં 6.1%ના વધારા સાથે 23,196 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.
Reliance Industries Q1 Results: શેરબજારના રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જૂન ક્વાર્ટરના Q1 લેટેસ્ટ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 17 જુલાઈએ માર્કેટ બંધ થયા પછી કંપનીએ આ આંકડાઓ રજૂ કર્યા છે, જેમાં કંપનીનું પ્રદર્શન બજારની અપેક્ષાઓ કરતાં ઘણું શાનદાર રહ્યું છે.
આવકમાં જંગી ઉછાળો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કન્સોલિડેટેડ આવક (રેવેન્યુ) વાર્ષિક ધોરણે 25%ના મોટા ઉછાળા સાથે 3.40 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના અલગ-અલગ બિઝનેસ સેગમેન્ટના શાનદાર પ્રદર્શનને કારણે આટલો મોટો ગ્રોથ જોવા મળ્યો છે.
પરિણામની મુખ્ય હાઇલાઇટ્સ
EBITDA ગ્રોથ: કંપનીનો રેકરિંગ કન્સોલિડેટેડ EBITDA ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 10.1% વધીને 54,067 કરોડ રૂપિયા નોંધાયો છે.
ટેક્સ પહેલાનો નફો: કંપનીનો ટેક્સ ચૂકવ્યા પહેલાનો નફો 8.5% વધીને 30,630 કરોડ રૂપિયા થયો છે.
રેકરિંગ નેટ પ્રોફિટ: રિલાયન્સનો ટેક્સ પછીનો રેકરિંગ પ્રોફિટ માઇનોરિટી ઇન્ટરેસ્ટ પહેલાં 6.1%ના વધારા સાથે 23,196 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.
રિપોર્ટેડ નફામાં કેમ થયો ઘટાડો?
આંકડાઓ મુજબ કંપનીના રિપોર્ટેડ પ્રોફિટમાં ઘટાડો જોવા મળ્યો છે. આનું મુખ્ય કારણ એ છે કે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન રિલાયન્સે એશિયન પેઇન્ટ્સમાં પોતાનો હિસ્સો વેચ્યો હતો. આ ડીલથી કંપનીને 8,924 કરોડ રૂપિયાનો વન-ટાઇમ ગેઇન થયો હતો, જેની અસર હાલના રિપોર્ટેડ પ્રોફિટ પર દેખાઈ રહી છે.
તમામ બિઝનેસ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ
આ ક્વાર્ટરમાં રિલાયન્સના મુખ્ય સ્તંભ સમાન ત્રણેય સેગમેન્ટ - ઓઇલ-ટુ-કેમિકલ એટલે કે O2C, ડિજિટલ સર્વિસ જિયો અને રિટેલ સેગમેન્ટે ડબલ ડિજિટમાં ગ્રોથ નોંધાવ્યો છે. દુનિયાભરમાં એનર્જી માર્કેટમાં ઊભી થયેલી મોટી કટોકટી વચ્ચે પણ રિલાયન્સે આ ગ્રોથના સહારે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
દેવું અને રોકાણના લેટેસ્ટ આંકડા
કંપનીએ પોતાના બિઝનેસને વધુ મજબૂત કરવા માટે જૂન ક્વાર્ટરમાં 38,682 કરોડ રૂપિયાનું નવું રોકાણ કર્યું છે. કંપનીના ઓપરેટિંગ કેશ ફ્લોએ આ રોકાણ કરવામાં મોટી મદદ કરી છે. જૂન ક્વાર્ટરના અંતે કંપની પર કુલ ચોખ્ખું દેવું 1.23 લાખ કરોડ રૂપિયા પર સ્થિર રહ્યું છે.
મુકેશ અંબાણીએ શું કહ્યું?
આ શાનદાર પરિણામો પર ખુશી વ્યક્ત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "રિલાયન્સે FY27ની એકદમ શાનદાર શરૂઆત કરી છે. અમારા તમામ બિઝનેસનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. હાલમાં દુનિયાભરમાં સતત ચાલી રહેલા જિયોપોલિટિકલ ટેન્શન અને કમોડિટી માર્કેટના ઉતાર-ચઢાવ વચ્ચે પણ અમારા વિવિધ બિઝનેસ પોર્ટફોલિયોએ ક્વાર્ટરમાં પોતાની અસલી તાકાત સાબિત કરી છે."
કહી શકાય કે, તમામ પડકારો વચ્ચે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના મજબૂત બિઝનેસ મોડલના આધારે રોકાણકારોનો ભરોસો જાળવી રાખ્યો છે અને ભવિષ્યની મજબૂત રૂપરેખા તૈયાર કરી છે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)