Get App

Reliance Industries Q1 Results: રિલાયન્સનું શાનદાર પ્રદર્શન, આવક 25% ઉછળીને 3.40 લાખ કરોડે પહોંચી

Reliance Industries Q1 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લેટેસ્ટ Q1 પરિણામો જાહેર. કંપનીની આવક 25% વધીને 3.40 લાખ કરોડ રૂપિયા થઈ. જાણો O2C, જિયો અને રિટેલ બિઝનેસનો ડબલ ડિજિટ ગ્રોથ અને સંપૂર્ણ ડિટેલ્સ.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2026 પર 7:59 PM
Reliance Industries Q1 Results: રિલાયન્સનું શાનદાર પ્રદર્શન, આવક 25% ઉછળીને 3.40 લાખ કરોડે પહોંચીReliance Industries Q1 Results: રિલાયન્સનું શાનદાર પ્રદર્શન, આવક 25% ઉછળીને 3.40 લાખ કરોડે પહોંચી
રિલાયન્સનો ટેક્સ પછીનો રેકરિંગ પ્રોફિટ માઇનોરિટી ઇન્ટરેસ્ટ પહેલાં 6.1%ના વધારા સાથે 23,196 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.

Reliance Industries Q1 Results: શેરબજારના રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જૂન ક્વાર્ટરના Q1 લેટેસ્ટ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 17 જુલાઈએ માર્કેટ બંધ થયા પછી કંપનીએ આ આંકડાઓ રજૂ કર્યા છે, જેમાં કંપનીનું પ્રદર્શન બજારની અપેક્ષાઓ કરતાં ઘણું શાનદાર રહ્યું છે.

આવકમાં જંગી ઉછાળો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કન્સોલિડેટેડ આવક (રેવેન્યુ) વાર્ષિક ધોરણે 25%ના મોટા ઉછાળા સાથે 3.40 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના અલગ-અલગ બિઝનેસ સેગમેન્ટના શાનદાર પ્રદર્શનને કારણે આટલો મોટો ગ્રોથ જોવા મળ્યો છે.

પરિણામની મુખ્ય હાઇલાઇટ્સ

EBITDA ગ્રોથ: કંપનીનો રેકરિંગ કન્સોલિડેટેડ EBITDA ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 10.1% વધીને 54,067 કરોડ રૂપિયા નોંધાયો છે.

ટેક્સ પહેલાનો નફો: કંપનીનો ટેક્સ ચૂકવ્યા પહેલાનો નફો 8.5% વધીને 30,630 કરોડ રૂપિયા થયો છે.

રેકરિંગ નેટ પ્રોફિટ: રિલાયન્સનો ટેક્સ પછીનો રેકરિંગ પ્રોફિટ માઇનોરિટી ઇન્ટરેસ્ટ પહેલાં 6.1%ના વધારા સાથે 23,196 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો