Stock market : આજે સેન્સેક્સ 450.94 પોઈન્ટ અથવા 0.57 ટકા ઘટીને 78,248.13 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 168.50 પોઈન્ટ અથવા 0.71 ટકા ઘટીને 23,644.90 પર બંધ થયો હતો. બજારમાં આજે નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. 1,368 શૅર વધ્યા હતા. 2,460 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 140 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી, નબળા વૈશ્વિક સંકેતો અને રૂપિયામાં ઘટાડાથી સેન્ટિમેન્ટને અસર થઈ હતી. મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સને સૌથી વધુ નુકસાન થયું છે. આ પછી નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. એનર્જી, ઈન્ફ્રા અને આઈટી જેવા અન્ય ક્ષેત્રોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, ફાર્મા અને આઈટીમાં વૃદ્ધિ જોવા મળી હતી.