Aluminium Can Beer Industry: ભારતનો બીયર ઉદ્યોગ એલ્યુમિનિયમ કેનની ભારે તંગીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે સરકારી આવકમાં 1300 કરોડ રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. બ્રૂઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એ જણાવ્યું કે, દેશમાં 500 મિલીલીટરના કેનની વાર્ષિક 12-13 કરોડ યુનિટની ખોટ થઈ રહી છે, જે દેશના કુલ બીયર વેચાણના 20 ટકા જેટલું છે. આ સમસ્યાને ઉકેલવા માટે BAIએ સરકારને ગુણવત્તા નિયંત્રણ આદેશ (QCO)માં ટૂંકા ગાળાની છૂટછાટ આપવાની વિનંતી કરી છે.

