Tata Steel Q2 Results: ટાટા ગ્રુપની અગ્રણી સ્ટીલ કંપની ટાટા સ્ટીલે સપ્ટેમ્બર 2025 ક્વાર્ટર (Q2 FY26) માટે તેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 272% વધીને ₹3,102 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹833 કરોડ હતો. આનો અર્થ એ થયો કે કંપનીએ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ત્રણ ગણાથી વધુ નફો મેળવ્યો છે.

