Get App

સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંથી 8નું m-cap 88,086 કરોડ વધ્યું, HDFC Bankને સૌથી વધુ ફાયદો

ટોપ 10 કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. કંપનીનું માર્કેટ કેપ રુપિયા 1,962.2 કરોડ ઘટીને રુપિયા 17,25,377.54 કરોડ થયું હતું. TCS માર્કેટ કેપ રુપિયા 9,063.31 કરોડ વધી રુપિયા 13,04,121.56 કરોડ થયું

MoneyControl Newsઅપડેટેડ Mar 30, 2025 પર 12:54 PM
સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંથી 8નું m-cap 88,086 કરોડ વધ્યું, HDFC Bankને સૌથી વધુ ફાયદોસેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંથી 8નું m-cap 88,086 કરોડ વધ્યું, HDFC Bankને સૌથી વધુ ફાયદો
સપ્તાહ દરમિયાન HDFC Bankનું m-cap 44,933.62 કરોડ રૂપિયા વધીને 13,99,208.73 કરોડ રૂપિયા પર પહોંચ્યું.

મુંબઈ: સેન્સેક્સની ટોપ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8નું બજાર માર્કેટ કેપ (m-cap)માં ગયા સપ્તાહે કુલ મળીને 88,085.89 કરોડ રૂપિયાનો વધારો થયો. સૌથી વધુ ફાયદો HDFC Bankને થયો. ગયા સપ્તાહે BSEનો 30 શેરોવાળો સેન્સેક્સ 509.41 પોઈન્ટ અથવા 0.66 ટકા ચઢ્યો. ટોપ 10 કંપનીઓમાંથી HDFC Bank, ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS), ભારતી એરટેલ, ICICI Bank, ભારતીય સ્ટેટ બેન્ક (SBI), બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCના m-capમાં વધારો થયો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસનું m-cap ઘટ્યું.

કઈ કંપનીને કેટલો ફાયદો?

સપ્તાહ દરમિયાન HDFC Bankનું m-cap 44,933.62 કરોડ રૂપિયા વધીને 13,99,208.73 કરોડ રૂપિયા પર પહોંચ્યું. ભારતીય સ્ટેટ બેન્કનું m-cap 16,599.79 કરોડ રૂપિયા વધીને 6,88,623.68 કરોડ રૂપિયા થયું. એ જ રીતે TCSનું m-cap 9,063.31 કરોડ રૂપિયા વધીને 13,04,121.56 કરોડ રૂપિયા, ICICI Bankનું 5,140.15 કરોડ રૂપિયા વધીને 9,52,768.61 કરોડ રૂપિયા, ITCનું 5,032.59 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 5,12,828.63 કરોડ રૂપિયા, હિન્દુસ્તાન યુનિલિવરનું 2,796.01 કરોડ રૂપિયા વધીને 5,30,854.90 કરોડ રૂપિયા, ભારતી એરટેલનું 2,651.48 કરોડ રૂપિયા વધીને 9,87,005.92 કરોડ રૂપિયા અને બજાજ ફાઈનાન્સનું m-cap 1,868.94 કરોડ રૂપિયા વધીને 5,54,715.12 કરોડ રૂપિયા પર પહોંચ્યું.

Infosys અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને કેટલું નુકસાન?

આ ટ્રેન્ડની વિરુદ્ધ ઈન્ફોસિસનું m-cap 9,135.89 કરોડ રૂપિયા ઘટીને 6,52,228.49 કરોડ રૂપિયા પર આવ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું m-cap 1,962.2 કરોડ રૂપિયા ઘટીને 17,25,377.54 કરોડ રૂપિયા રહ્યું. ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને યથાવત રહી. તે પછી અનુક્રમે HDFC Bank, TCS, ભારતી એરટેલ, ICICI Bank, ભારતીય સ્ટેટ બેન્ક, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCનું સ્થાન રહ્યું.

આગામી સપ્તાહની લિસ્ટિંગ

નવા શરૂ થતા સપ્તાહમાં 1 એપ્રિલે Desco Infratechના શેર BSE SME પર લિસ્ટ થશે. ત્યારબાદ 2 એપ્રિલે Shri Ahimsa Naturals IPO અને ATC Energies IPOની લિસ્ટિંગ NSE SME પર થશે. 3 એપ્રિલે Identixwebના શેર BSE SME પર શરૂઆત કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો