US-Japan Trade Deal: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ જાપાન સાથેના ટ્રેડ એગ્રીમેન્ટને અમલમાં મૂકવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ડીલ હેઠળ જાપાનના ઓટોમોબાઈલ અને અન્ય પ્રોડક્ટ્સ પર ટેરિફ 27.5%થી ઘટાડીને 15% કરવામાં આવ્યો છે. આ નવો ટેરિફ દર 7 દિવસમાં લાગુ થશે, જે 7 ઓગસ્ટ, 2025થી રેટ્રોસ્પેક્ટિવલી અમલમાં આવશે. આ ડીલ જાપાનની ઇકોનોમી માટે મહત્વની છે, કારણ કે ઓટોમોબાઈલ સેક્ટર તેની અર્થવ્યવસ્થામાં મોટો હિસ્સો ધરાવે છે.

