Budget 2024-25: સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. લોકોની નજર નાણામંત્રીના ભાષણ પર રહેશે. નિર્મલા સીતારમણ તેમના લાંબા બજેટ ભાષણ માટે જાણીતા છે. આ વખતે બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રીના નામે એક અનોખો રેકોર્ડ નોંધાશે. તે સતત 7 વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બનશે. સીતારામન સિવાય સૌથી વધુ છ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મરોરજી દેસાઈના નામે છે.

