Yes Bank Q4 Results: ખાનગી ક્ષેત્રની જાણીતી યસ બેંક (Yes Bank) દ્વારા માર્ચ 2026ના ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો બેંક અને તેના રોકાણકારો માટે સારા સમાચાર લઈને આવ્યા છે. બેંકના શુદ્ધ નફામાં વાર્ષિક ધોરણે 44.7 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ આ પરિણામોની મુખ્ય વિગતો અને શેર પર તેની શું અસર થઈ શકે છે.

