Get App

Zydus Life Share Price: આ 2 મોટા કારણોથી ઝાયડસ લાઈફના શેરમાં આવ્યો મોટો ઉછાળો, જાણો અમેરિકન ડીલ અને બાયબેકનો પ્લાન

Zydus Life Share Price: Zydus Lifeના શેરમાં 2 મોટા કારણોથી જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અમેરિકન કંપની Assertio Holdings નું એક્વિઝિશન અને આગામી શેર બાયબેકની સંપૂર્ણ માહિતી વાંચો.

MoneyControl Newsઅપડેટેડ May 14, 2026 પર 10:53 AM
Zydus Life Share Price: આ 2 મોટા કારણોથી ઝાયડસ લાઈફના શેરમાં આવ્યો મોટો ઉછાળો, જાણો અમેરિકન ડીલ અને બાયબેકનો પ્લાનZydus Life Share Price: આ 2 મોટા કારણોથી ઝાયડસ લાઈફના શેરમાં આવ્યો મોટો ઉછાળો, જાણો અમેરિકન ડીલ અને બાયબેકનો પ્લાન
Zydus Lifeના શેરમાં 2 મોટા કારણોથી જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

Zydus Life Share Price: ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની Zydus Life (ઝાયડસ લાઈફ) ના રોકાણકારો માટે આજે ખુશીનો દિવસ છે. કંપનીના શેરમાં આજે જબરદસ્ત ખરીદી જોવા મળી છે. આ ઉછાળા પાછળ કોઈ એક નહીં, પરંતુ 2 મોટા અને મજબૂત કારણો છે. એક તરફ કંપનીએ અમેરિકાની એક ફાર્મા કંપની ખરીદવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ કંપની શેર બાયબેક (Share Buyback) પર વિચાર કરવા જઈ રહી છે.

આ બંને ખુશખબરીના કારણે BSE પર શેર 4.88% ઉછળીને ઈન્ટ્રા-ડેમાં 984.80ની ટોચે પહોંચ્યો હતો અને હાલમાં 4.87%ના વધારા સાથે 984.70ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાલો જાણીએ આ બંને કારણો વિશે વિગતવાર.

અમેરિકન કંપનીના એક્વિઝિશનનો પ્લાન

ઝાયડસ લાઈફ અમેરિકા સ્થિત સ્પેશિયાલિટી ફાર્મા કંપની Assertio Holdings (એજર્ટિયો હોલ્ડિંગ્સ)નું અધિગ્રહણ કરવા જઈ રહી છે. આ ડીલને લગતી મહત્વની બાબતો નીચે મુજબ છે:

ડીલની વિગતો: આ ડીલ $16.64 કરોડમાં નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રતિ શેર $23.5 નો ભાવ આપવામાં આવશે. આ સંપૂર્ણ ડીલ કેશમાં (રોકડમાં) થશે.

વ્યૂહરચના: Assertio કંપની મુખ્યત્વે ઓન્કોલોજી (કેન્સર) અને પેન મેનેજમેન્ટ પર કામ કરે છે. ઝાયડસ પોતાના સ્પેશિયાલિટી ઓન્કોલોજી બિઝનેસને અમેરિકન માર્કેટમાં વધુ મજબૂત કરવા માંગે છે.

વિલયની પ્રક્રિયા: આ સોદો ટેન્ડર ઓફર દ્વારા પૂરો થશે. ત્યારબાદ ઝાયડસની સંપૂર્ણ માલિકી ધરાવતી સબસિડિયરી કંપની ‘Zara' નું Assertio માં મર્જર (વિલય) થશે. મર્જર પછી Assertio કંપની ચાલુ રહેશે પરંતુ તેને અમેરિકન શેરબજાર નાસ્ડેક (NASDAQ) પરથી ડીલિસ્ટ કરવામાં આવશે. આ ડીલ નાણાકીય વર્ષ 2027 સુધીમાં પૂરી થવાની શક્યતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો