આ સમગ્ર સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં ઘણી એક્શન જોવા મળી, જ્યાં US ફેડ દ્વારા ડિસેમ્બરમાં વ્યાજ દરમાં વધારાની આક્રમકતા ઓછી થવાની આશાએ અન્ય કરન્સી સામે ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવ્યું, સાથે જ ચાઈનામાં ઝીરો કોવિડ પૉલિસીનો વિરોધ થતા ચાઈનીઝ સરકારે પ્રતિબંધોમાં થોડી હળવાશ આપી છે, જેને કારણે બેઝ મેટલ્સ, ક્રૂડ અને બુલિયનમાં નીચલા સ્તરેથી સારી ખરીદદારી આવતી દેખાઈ, હવે આવતુ સપ્તાહ પણ ઇવેન્ટભર્યું છે, જ્યાં ક્રૂડ માટે સૌથી મોટી ઇવેન્ટ 4 ડિસેમ્બરે થનાર OPEC+ની બેઠક છે.
ક્રૂડમાં સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી પરંતુ ત્યાર બાદ સારી એવી રિકવરી આવતા જોવા મળી. ચીનમાં ઝીરો કોવિડ પોલિસીનો વિરોધ, અને સપ્તાહના અંત સુધીમાં ચીનમાં ઝીરો કોવિડ પોલિસીમાં હળવાશ બનવાની શક્યતા સુધીની ખબરો આવતી દેખાઇ.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
સપ્તાહના શરૂઆતી ઘટાડા બાદ કિંમતોમાં રિકવરી રહી. સપ્ટેમ્બરમાં USના ઓઈલ આઉટપુટમાં 2.4%નો વધારો નોંધાયો હતો. OPEC+ ઉત્પાદન કાપનો નિર્ણય યથાવત્ રાખી શકે.
ક્રૂડમાં તેજી તેજીના કારણો
નિચલા સ્તરેથી ખરીદદારી આવતા ભાવ વધ્યા. રોકાણકારોની OPEC+ની બેઠક પર નજર રહેશે. યુરોશિયા ગ્રુપના નિવેદન બાદ ક્રૂડમાં આવી તેજી. યુરેશિયા ગ્રુપનું કહેવુ છે કે ઉત્પાદન ઘટાડી શકે છે OPEC+ દેશ. ચાઈનામાં માંગ ઘટવાથી ઉત્પાદન ઘટી શકે.
4 ડિસેમ્બરે OPEC+ની બેઠક ઉત્પાદન પર રહેશે. US ક્રૂડ ઇન્વેન્ટરીમાં ઘટાડાથી સપોર્ટ છે. US ક્રૂડ ઇન્વેન્ટરી 80 લાખ બેરલ ઘટી. કોરોના સખ્તીમાં હળવાશ આપી શકે છે ચીન.ચાઈનામાં ઝીરો કોવિડ પૉલિસીનો વિરોધ છે.
ક્રૂડ પર OPECની પોલિસી
નવેમ્બરમાં આઉટપુટ લક્ષ્ય કરતા ઓછું રહ્યું. નવેમ્બરમાં ઓઈલ આઉટપુટ 29.01 mbpd રહ્યું. ઓક્ટોબરમાં 1.36 mbpdનું શોર્ટફોલ જોવા મળ્યું.
MCX ક્રૂડમાં કારોબાર
એમસીએક્સ પર ક્રૂડનો કારોબાર 1 સપ્તાહે 4.79 ટકા વધીને રહ્યો. જ્યારે 1 મહિનામાં 9.92 ટકા ઘટીને રહ્યો. તો 1 વર્ષમાં 31.42 ટકા વધીને રહ્યો છે.
બ્રેન્ટ ઓઈલમાં કારોબાર
બ્રેન્ટ ઓઈલમાં કારોબાર 1 સપ્તાહે 3.95 ટકા વધીને રહ્યો. જ્યારે 1 મહિનામાં 8.08 ટકા ઘટીને રહ્યો. તો 1 વર્ષમાં 24.53 ટકા વધીને રહ્યો છે.
WTI ક્રૂડમાં કારોબાર
WTI ક્રૂડમાં કારોબાર 1 સપ્તાહે 6.45 ટકા વધીને રહ્યો. જ્યારે 1 મહિનામાં 7.91 ટકા ઘટીને રહ્યો છે. તો 1 વર્ષમાં 22.55 ટકા વધીને રહ્યો છે.
ડોલર ઇન્ડેકસ જે આ સપ્તાહે 3 સપ્તાહના નિચલા સ્તરે પહોચ્યો છે મેટલ્સ પર આની ખાસી અસર જોવા મળી છે. અને મેટલ્સમાં રિકવરી આવતી દેખાઇ છે.
બેઝ મેટલ્સમાં કારોબાર
વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતો વધતી દેખાઈ. આયર્ન ઓરમાં લગભગ 52 સપ્તાહના ઉપલા સ્તર જોવા મળ્યા. આયર્ન ઓર 1 મહિનામાં 25% થી વધારે વધ્યું. LME પર આયર્ન ઓરનો ભાવ $103 પર પહોંચ્યો. નવેમ્બરમાં સ્ટીલની કિંમતો લગભગ 7% સુધી ઉછળી છે. મે 2021 બાદ કૉપરના ભાવ સૌથી વધારે વધ્યા છે. નવેમ્બરમાં કોપર લગભગ 10% વધ્યું. 1 મહિનામાં ટીનમાં 30 અને ઝીંકમાં 9%નો વધારો થયો છે.
મેટલ્સમાં તેજીના કારણો
US ફેડએ વ્યાજ દર વધારાની આક્રમકતા ઓછી થવાના સંકેતો આપ્યા. અન્ય કરન્સી સામે ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો છે. ચાઈના તરફથી માંગ વધવાની આશાએ સપોર્ટ છે.
નવેમ્બરમાં મેટલ્સની ચાલ
નવેમ્બરમાં મેટલ્સની ચાલ જોઈએ તો કોપરમાં 10 ટકા, એલ્યુમિનિયમ 11 ટકા, ઝીંક 12.5 ટકા જોવા મળી રહી છે. નવેમ્બરમાં મેટલ્સની ચાલ જોઈએ તો સ્ટીલમાં 5 ટકા, આયર્ન ઓરમાં 25 ટકા, નિકલમાં 23 ટકા અને ટીનમાં 30 ટકા જોવા મળી છે.
સોના માટે આ સપ્તાહ અને નવેમ્બર મહિનો ખૂબ જ સારો રહ્યો છે. સોનુ 15 સપ્તાહના ઉપલા સ્તરે પહોચતુ દેખાયુ છે.
સોના-ચાંદીમાં કારોબાર
વૈશ્વિક બજારમાં કિંમતોમાં નીચલા સ્તરેથી આવી રિકવરી. COMEX પર સોનું 15 સપ્તાહના ઉપલા સ્તરની પાસે છે. આ સપ્તાહે COMEX પર સોનું $1797.25ના સ્તરે પહોંચ્યું. વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 22 ડૉલરની ઉપર આવી છે. સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 6 સપ્તાહની ઉપલા સ્તરની પાસે રહી. કિંમતો વધીને 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ છે. આ સપ્તાહે સોનાની કિંમતો 3% વધી. આ સપ્તાહે ચાંદીની કિંમતોમાં નોંધાયો 6%નો વધારો જોવા મળ્યો. ક્રેડિટ સુઈસનું કહેવુ છે કે સોનું જલ્દી 1,877 પ્રતિ ઔંસના સ્તર તરફ આગળ વધી રહ્યું છે.
સોના-ચાંદીમાં તેજીના કારણો
US ફેડ ચેરમેનના નિવેદન બાદ ચમક વધી. US ફેડે દરોમાં વધારાની આક્રમકતા ઓછી થવાના સંકેતો આપ્યા છે. US ફેડ 0.50% વ્યાજ દર વધારી શકે. US બોન્ડ યીલ્ડમાં નરમાશથી પણ કિંમતોને સપોર્ટ છે.
નવેમ્બર 2022માં બુલિયનની ચાલ જોઈએ તો સોનું 8 ટકા અને ચાંદી 5.5 ટકા દેખાય રહ્યુ છે.
COMEX પર સોનાની ચાલ જોઈએ તો 1 સપ્તાહમાં 2 ટકા, 1 મહિનોમાં 10 ટકા અને 1 વર્ષમાં 0.74 ટકા જોવા મળ્યુ છે. જ્યારે COMEX પર ચાંદીની ચાલ જોઈએ તો 1 સપ્તાહમાં 5 ટકા, 1 મહિનોમાં 16 ટકા અને 1 વર્ષમાં 0.44 ટકા જોવા મળી છે.
ત્યારે MCX પર સોનાની ચાલ જોઈએ તો 1 સપ્તાહે 1.5 ટકા, 1 મહિનાએ 1.6 ટકા અને 1 વર્ષમાં 13 ટકા જોવા મળ્યુ છે. જ્યારે MCX પર ચાંદીની ચાલ જોઈએ તો 1 સપ્તાહે 4 ટકા, 1 મહિનાએ 3 ટકા અને 1 વર્ષમાં 6 ટકા જોવા મળી છે.
ગોલ્ડ ઇમ્પોર્ટમાં ઘટાડો
એપ્રિલ-ઓક્ટોબર 2022માં ઘટ્યો સોના-ચાંદીનો ઇમ્પોર્ટ છે. સોનાનો ઇમ્પોર્ટ 17 અને ચાંદીનો ઇમ્પોર્ટ 35% ઘટ્યો. ઓછી માંગના કારણે ઇમ્પોર્ટ ઘટ્યો. $ 2400 કરોડના સોનાનો ઇમ્પોર્ટ થયો. 2021માં $2900 કરોડનો થયો હતો ઇમ્પોર્ટ.
જ્વેલરી એક્સપોર્ટમાં વધારો
એપ્રિલ-ઓક્ટોબરમાં દાગીનાનો એક્સપોર્ટ વધ્યો. એક્સપોર્ટ 2% વધીને $2900 કરોડ થયો.