Pakistan US rare earth deal: પાકિસ્તાને તાજેતરમાં અમેરિકાને દુર્લભ ખનીજો (રેર એર્થ) અને અન્ય મહત્વના તત્વોની પહેલી ખેપ મોકલી છે, જે $500 મિલિયન (લગભગ 4,200 કરોડ રૂપિયા)ના કરારનો ભાગ છે. આ કદમ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની નવી કોશિશ તરીકે જોવામાં આવે છે, પરંતુ ઘરઆંગણે તે વિવાદનું કારણ બન્યું છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)એ આને 'ગુપ્ત કરારો' કહીને વાંધો લીધો છે અને સરકારને તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી છે.