wheat stock reduced: ઘઉંનો સરકારી સ્ટોક સતત ઘટી રહ્યો છે અને હવે 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ઘઉંના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. સરકારી ઘઉંનો સ્ટોક 19 મિલિયન ટન સુધી પહોંચી ગયો છે, જે ડિસેમ્બર 2016 પછીનું સૌથી નીચું સ્તર છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2016માં ઘઉંનો સ્ટોક 16.5 મિલિયન ટન હતો.

