Get App

તહેવારો પહેલા ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો, જાણો કયું તેલ કેટલું સસ્તું થશે

Edible oil price drop: મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓ માટે મોટા સમાચાર! સરકારે પામ, સોયા અને સનફ્લાવર તેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો કર્યો છે. છેલ્લા 1 વર્ષમાં 20% ભાવ વધ્યા બાદ હવે બજારમાં તેલ સસ્તું થશે. જાણો નવા ફેરફારોની સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Sep 24, 2026 પર 1:14 PM
તહેવારો પહેલા ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો, જાણો કયું તેલ કેટલું સસ્તું થશેતહેવારો પહેલા ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો, જાણો કયું તેલ કેટલું સસ્તું થશે
સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન દેશમાં અનેક મોટા ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. આ સમયગાળામાં મીઠાઈઓ, ફરાળ અને તળેલી વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી ઘરોમાં ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. સરકારના આ 'ડ્યુટી કટ' પગલાંથી બજારમાં તેલ સસ્તું થશે, જેથી સામાન્ય માણસનું બજેટ જળવાઈ રહેશે.

Edible oil price drop: છેલ્લા 1 વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો અને ભાવોમાં લગભગ 20% સુધીનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ, હવે તહેવારોની મોસમ નજીક આવતા જ કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓને મોટી રાહત આપી છે. સરકારે પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ સહિતના મુખ્ય ખાદ્યતેલો પરની આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બજારમાં ખાદ્યતેલના ભાવ નીચે આવશે અને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે.

તહેવારોમાં મળશે સીધો ફાયદો

સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન દેશમાં અનેક મોટા ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. આ સમયગાળામાં મીઠાઈઓ, ફરાળ અને તળેલી વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી ઘરોમાં ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. સરકારના આ 'ડ્યુટી કટ' પગલાંથી બજારમાં તેલ સસ્તું થશે, જેથી સામાન્ય માણસનું બજેટ જળવાઈ રહેશે.

કયા તેલ પર કેટલી ડ્યુટી ઘટી?

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ નોટિફિકેશન મુજબ, આયાત ડ્યુટીમાં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:

ક્રૂડ પામ ઓઈલ અને સોયા ઓઈલ: બેઝિક આયાત ડ્યુટી 10% થી ઘટાડીને 5% કરી દેવામાં આવી છે.

રિફાઈન્ડ પામ અને સોયા ઓઈલ: આ તેલ પરની ડ્યુટી 32.5% થી ઘટાડીને સીધી 27.5% કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો