Gold Rate Today: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજે સતત બીજા દિવસે સોના અને ચાંદીની ચમક ફીકી પડી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની આવનારી મોનેટરી પોલિસીને લઈને રોકાણકારોમાં સાવચેતી છે અને ડોલરની મજબૂતાઈને કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે. બીજી તરફ, માર્કેટમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટવાને લીધે ચાંદીના ભાવ પણ ગગડ્યા છે.

