Crude oil prices: સોમવારે, 2 માર્ચના રોજ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં છેલ્લા 4 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા યુદ્ધના ભણકારાને કારણે ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 80 ડોલરની સપાટી વટાવી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી ઓઈલ ટેન્કરોની અવરજવર અટકી જવાના સમાચારોએ દુનિયાભરમાં તેલની સપ્લાય અને મોંઘવારી વધવાની ચિંતા ઊભી કરી દીધી છે. આ માર્ગ એટલો મહત્વનો છે કે દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઈલ અહીંથી જ પસાર થાય છે.

