Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ આખરે 9 સપ્ટેમ્બરે $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. 24 જુલાઈ બાદ પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ આ સ્તરે પહોંચ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાન મધ્યપૂર્વમાં અમેરિકાના સહયોગી દેશોના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે ક્રૂડ સપ્લાયને લઈને ચિંતા વધી છે.

