સોનામાં કારોબારની વાત કરીએ તો COMEX પર ભાવ 4600 ડૉલરની ઉપર પહોંચ્યા. જુલાઈમાં US PCE આંકડા અપેક્ષા કરતાં વધુ વધ્યા. જેક્સન હોલની બેઠક પર બજારની નજર રહેશે. સ્થાનિક બજારમાં પણ નબળા રૂપિયાના કારણે સોનાને સપોર્ટ મળ્યો.


સોનામાં કારોબારની વાત કરીએ તો COMEX પર ભાવ 4600 ડૉલરની ઉપર પહોંચ્યા. જુલાઈમાં US PCE આંકડા અપેક્ષા કરતાં વધુ વધ્યા. જેક્સન હોલની બેઠક પર બજારની નજર રહેશે. સ્થાનિક બજારમાં પણ નબળા રૂપિયાના કારણે સોનાને સપોર્ટ મળ્યો.
કોપરમાં કારોબારની વાત કરીએ તો ફ્યૂચર્સમાં કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચી. સપ્લાઈની ચિંતાએ કિંમતોમાં તેજી આવી. વેપારીઓએ US તરફ શિપમેન્ટ વાળવાનું ચાલુ રાખ્યું. ટેરિફ અંગેના નિર્ણય પહેલાં USની બહાર પુરવઠો મર્યાદિત છે. US કોમેક્સ ઇન્વેન્ટરીઝ રેકોર્ડ 6.75 લાખ ટનના સ્તરે છે. અમેરિકાએ 2026ના પ્રથમ છ મહિનામાં 8.85 લાખ ટન આયાત કરી.
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ 87 ડૉલરની પાસે પહોંચ્યા. ઈરાન અને ઓમાન વચ્ચે કરારના સમાચારથી કિંમતો તૂટી. ઈરાન-ઓમાન હોર્મુઝથી આવકના હિસ્સા અંગે સમજૂતી પર પહોંચ્યા. ટ્રમ્પે કહ્યું મંગળવારે હોર્મુઝમાંથી 1 કરોડ બેરલ તેલ પસાર થયું. ઈરાન પરના USના આર્થિક પ્રતિબંધો બજારોની અપેક્ષીથી ઓછા આકરા સાબિત થયા.
એગ્રી કૉમોડિટીમાં સોફ્ટ કૉમોડિટી જેવી કે, ઘઉં અને સોયાબીન પર ફોકસ, સોયાબીનના ભાવ વધીને 26 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા, ચાઈના ડિમાન્ડ અને USની સપ્લાઈ દ્વારા માર્કેટને બૂસ્ટ, તો ઘઉંમાં જુલાઈ 2023 બાદથી ઉપલા સ્તરે કારોબાર, રશિયા-યુક્રેન હુમલાઓ વધુ તીવ્ર બનવાથી બ્લેક સીથી અનાજના શિપમેન્ટ પર ખતરાના સમાચારથી કિંમતો વધી.
સોયાબીનમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 26 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. અમેરિકન પુરવઠા માટે ચીનની માંગ બજારને બૂસ્ટ આપે છે. USDAએ 2026-27માં ચીનને 3,33,000 ટન US સોયાબીનના ખાનગી વેચાણની જાણ કરી. અમેરિકાના પાક અંગે ચિંતાઓથી કિંમતોમાં તેજી આવી.
ઘઉંમાં કારોબારની વાત કરીએ તો જુલાઈ 2023 બાદથી કિંમતોમાં મજબૂતી જોવા મળી છે. રશિયા-યુક્રેન યુદ્ધથી બ્લેક-સીથી અનાજના શિપમેન્ટ પર ખતરો છે. રશિયા દ્વારા ચાલુ માર્કેટિંગ વર્ષમાં 46 મિલિયન ટન ઘઉંની નિકાસ થવાની અપેક્ષા છે. યુક્રેન દ્વારા 13.5 મિલિયન ટનની નિકાસ થવાનો અંદાજ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.