ડૉલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદદારીના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં સોનાના ભાવમાં 3 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો, જોકે ત્યાર બાદ રિકવરી આવતા COMEX પર ભાવ 2590 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં અડધા ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી...બજારની નજર હવે ડિસેમ્બરમાં ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પર બનેલી છે.