Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ખરીદી યથાવત્, ક્રૂડમાં ઉછાળા સાથેનો કારોબાર

સોનામાં તેજી આગળ વધતા COMEX પર ભાવ 4595 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 42 હજારને પાર કારોબાર જોવા મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 13, 2026 પર 11:57 AM
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ખરીદી યથાવત્, ક્રૂડમાં ઉછાળા સાથેનો કારોબારકમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ખરીદી યથાવત્, ક્રૂડમાં ઉછાળા સાથેનો કારોબાર
ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી. USએ ઈરાન પર તાત્કાલિક અસરથી 25% ટેરિફ લગાવ્યા.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો થઈને 90.15 પ્રતિ ડૉલરની સામે 90.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ડોલર ઇન્ડેક્સમાં 3 અઠવાડિયામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હોવા છતા રૂપિયાને સપોર્ટ નથી મળી રહ્યો.

સોનામાં તેજી આગળ વધતા COMEX પર ભાવ 4595 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 42 હજારને પાર કારોબાર જોવા મળ્યો છે.

ચાંદીની તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં અડધા ટકાથી વધુની ખરીદદારી સાથે 85 ડૉલરને પાર કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં 2 લાખ 71 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો..ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી અને સેફ હેવન ડિમાન્ડ વધતા કિંમતોને મળ્યો સપોર્ટ.

શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમમાં મામુલી નરમાશ રહી, પણ ઝિંક અને નિકલમાં સૌથી સારી ખરીદદારી જોવા મળી હતી, જોકે વૈશ્વિક બજારમાં કોપર ફ્યૂચર્સમાં તેજી આગળ વધતી દેખાઈ, અહીં US દ્વારા ટેરિફ લગાવવાની આશંકાએ કોપરને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો