Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો, સોના-ચાંદીમાં ઉછાળો

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો ચાંદીની વૈશ્વિક બજારમાં કિંમતો $57/ozના રેકોર્ડ સ્તર સુધી પહોંચી. ચાઈનામાં ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો નોંધાયો. ઓક્ટોબરમાં ચાઈનાનો સિલ્વર એક્સપોર્ટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો. વધતી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સામે ગ્લોબલ અછતની ચિંતા વધી.

MoneyControl Newsઅપડેટેડ Dec 01, 2025 પર 12:13 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો, સોના-ચાંદીમાં ઉછાળોકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો, સોના-ચાંદીમાં ઉછાળો
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકા વધીને 432ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 89.46 પ્રતિ ડૉલરની સામે 89.44 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

USમાં વ્યાજ દર કાપની આશાએ સોનામાં તેજી આગળ વધી, અહીં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 27 હજારને પાર પહોંચ્યા, તો COMEX પર 4230 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. નવેમ્બર સતત ચોથા મહિને સોનામાં તેજી જોવા મળી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો સોનાની કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. નવેમ્બર સતત ચોથા મહિને સોનામાં ખરીદદારી જોવા મળી. ડિસેમ્બરમાં US ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભાવના વધી.

સોના કરતા વધારે ચાંદીની તેજી આગળ વધતી દેખાઈ, જ્યાં સ્થાનિક બજારમાં દોઢ ટકાથી વધુની ખરીદદારી સાથે 1 લાખ 74 હજાર 600ના સ્તરને પાર કારોબાર નોંધાયો, તો વૈશ્વિક બજારમાં 57 ડૉલરની ઉપરના સ્તર જોવા મળ્યા હતા. વધુ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સામે અછતની ચિંતા વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો