Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી દબાણ, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર

ડૉલરમાં મજબૂતીથી ઘટાડો આવ્યો. લિક્વિડિટી વધવાની અસર પણ જોવા મળી. 87% લોકોને USમાં દરમાં 0.25%ના ઘટાડાની આશા છે. US સાથે અત્યાર સુધીમાં ડીલ ન થઇ હોવાની પણ અસર છે. FIIsની વેચવાલીથી પણ ઘટાડો આવ્યો.

MoneyControl Newsઅપડેટેડ Dec 02, 2025 પર 12:10 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી દબાણ, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબારકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી દબાણ, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર
સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવનાએ સપોર્ટ મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 89.55 પ્રતિ ડૉલરની સામે 89.70 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં આવેલી ખરીદદારીના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે.

રૂપિયામાં ઘટાડાના કારણો

ડૉલરમાં મજબૂતીથી ઘટાડો આવ્યો. લિક્વિડિટી વધવાની અસર પણ જોવા મળી. 87% લોકોને USમાં દરમાં 0.25%ના ઘટાડાની આશા છે. US સાથે અત્યાર સુધીમાં ડીલ ન થઇ હોવાની પણ અસર છે. FIIsની વેચવાલીથી પણ ઘટાડો આવ્યો.

ગઈકાલની તેજી બાદ આજે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 4200 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 27 હજારની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભવાના વધતા ગઈકાલે સોનાની કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી, જોકે ત્યાંથી થોડું દબાણ જોવા મળી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો