Get App

Stock Market Opening: શેરબજારમાં ઉછાળા સાથે શાનદાર ઓપનિંગ, સેન્સેક્સ 380 પોઈન્ટ ઉછળ્યો; જાણો આજના Top Gainers અને Losers

Stock Market Opening: ગુરુવારે ભારતીય શેરબજારમાં ગ્લોબલ સંકેતોને કારણે તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-અપ ઓપનિંગ સાથે ખુલ્યા છે. જાણો કયા શેરમાં રોકાણકારોને ફાયદો થયો અને કયા શેરમાં વેચવાલી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ May 07, 2026 પર 9:38 AM
Stock Market Opening: શેરબજારમાં ઉછાળા સાથે શાનદાર ઓપનિંગ, સેન્સેક્સ 380 પોઈન્ટ ઉછળ્યો; જાણો આજના Top Gainers અને LosersStock Market Opening: શેરબજારમાં ઉછાળા સાથે શાનદાર ઓપનિંગ, સેન્સેક્સ 380 પોઈન્ટ ઉછળ્યો; જાણો આજના Top Gainers અને Losers
Stock Market Opening: ગુરુવારે ભારતીય શેરબજારમાં ગ્લોબલ સંકેતોને કારણે તેજી જોવા મળી. સે

Stock Market Opening: વૈશ્વિક બજારમાંથી મળી રહેલા પોઝિટિવ સંકેતોને કારણે આજે એટલે કે ગુરુવારે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ગેપ-અપ ઓપનિંગ સાથે ખુલ્યા હતા, જેનાથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કેવી રહી બજારની શરૂઆત?

ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલી મજબૂતીની અસર દલાલ સ્ટ્રીટ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજના ટ્રેડિંગ સેશનમાં બીએસઈ (BSE) સેન્સેક્સ 380.72 પોઈન્ટના વધારા સાથે 78,339.24 ના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ, એનએસઈ (NSE) નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 67.55 પોઈન્ટના ઉછાળા સાથે 24,398.50 ના સ્તર પર ઓપન થયો હતો. જોકે, બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં પ્રોફિટ બુકિંગને કારણે બંને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો અને તે લાલ નિશાનમાં ટ્રેડ કરવા લાગ્યા હતા.

આ શેરોમાં જોવા મળી તેજી (Top Gainers)

બજાર ખુલતાની સાથે જ સવારે 9:25 વાગ્યે અમુક ખાસ સ્ટોક્સમાં રોકાણકારોની લેવાલી જોવા મળી હતી:

* Mahindra & Mahindra: આ શેરમાં 1.15% થી વધુનો વધારો નોંધાયો હતો.

* Eternal: આ સ્ટોકમાં 0.80% નો ઉછાળો જોવા મળ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો