Get App

કોમોડિટી લાઇવ: રશિયા પર USના વધુ પ્રતિબંધથી ક્રૂડમાં ઉછાળો, સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં તેજી યથાવત્

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટી. મંગળવારે 12 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોયો. COMEXના રેકોર્ડ હાઈથી કિંમતો આશરે 6 ટકા જેટલી તૂટી.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2025 પર 11:54 AM
કોમોડિટી લાઇવ: રશિયા પર USના વધુ પ્રતિબંધથી ક્રૂડમાં ઉછાળો, સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં તેજી યથાવત્કોમોડિટી લાઇવ: રશિયા પર USના વધુ પ્રતિબંધથી ક્રૂડમાં ઉછાળો, સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં તેજી યથાવત્
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 303ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87.93 પ્રતિ ડૉલરની સામે 87.83 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ભારત અને US વચ્ચે સંબંધો સુધરવાની આશાએ અને ઇક્વિટી બજારમાં મજબૂતીના કારણે રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો.

ક્રૂડ ઓઈલમાં તોફાની તેજી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ આશરે 3 ટકા જેટલા વધ્યા, બ્રેન્ટમાં અઢી ટકાથી વધુની તેજી સાથે 64 ડૉલરને પાર કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં પણ અઢી ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે રશિયા પર USના નવા પ્રતિબંધો લાગતા કિંમતોને સપોર્ટ મળ્યો, તો સાથે જ USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 0.96 મિલિયન bblથી ઘટી હોવાથી પણ ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતોમાં આશરે 2 ટકાનો ઉછાળો નોંધાયો. 5 મહિનાના નીચલા સ્તરેથી ક્રૂડ ઓઈલમાં રિકવરી જોવા મળી. USએ રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી. EUએ રશિયાના શેડો ટેન્કરો, LNG આયાત પર નવા પ્રતિબંધો લગાવ્યા. USમાં ક્રૂડ ઇન્વેન્ટરી 0.96 મિલિયન bblથી ઘટી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 303ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો