Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ને પાર, સોના-ચાંદીની ચમક વધી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદદારી જોવા મળી, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં અડધા ટકાથી વધુની તેજી રહી, તો વૈશ્વિક બજારમાં કોપરમાં પણ 2 દિવસના ઘટાડા બાદ રિકવરી જોવા મળી, અહીં ચીનના ઉત્પાદકો નીચા સ્તરે ખરીદદારો તરીકે બજારમાં પાછા ફર્યા હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2026 પર 12:07 PM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ને પાર, સોના-ચાંદીની ચમક વધીકમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $67ને પાર, સોના-ચાંદીની ચમક વધી
સોનામાં કારોબારની વાત કરીએ તો 2008 બાદથી સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા નબળો થઈ 90.27 પ્રતિ ડૉલરની સામે 90.43 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં ઘણી સારી રિકવરી જોવા મળી હતી, હવે બજારની નજર શુક્રવારે જાહેર થનાર RBIની પૉલિસી પર બનેલી છે.

સોનામાં ખરીદદારી આગળ વધતા વૈશ્વિક બજારમાં કિંમતો 5000 ડૉલરને પાર પહોંચી, જોકે સ્થાનિક બજારમાં મામુલી નરમાશ સાથે 1 લાખ 50 ગજારની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2008 બાદથી સોનાની કિંમતોમાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો COMEX ગોલ્ડમાં જોવા મળ્યો હતો, અહીં US અને ઇરાન વચ્ચે તણાવ વધવાના કારણે સોનામાં મજબૂતી દેખાઈ રહી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો 2008 બાદથી સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો. COMEX પર ભાવ આશરે 6 ટકા વધી 5050 ડૉલરને પાર પહોંચ્યા હતા. US અને ઇરાન વચ્ચે તણાવ વધવાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.

ચાંદીની ચમક યથાવત્ રહેતા અહીં વૈશ્વિક બજારમાં 2 ટકાથી વધુની ખરીદદારી સાથે 87 ડૉલરને પાર કારોબાર નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 5 ટકા કિંમતો વધીને 2 લાખ 81 હજારને પાર કામકાજ નોંધાયું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો