Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $95ને પાર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

પ્રિશિયસ મેટલમાં ઘટાડો આવ્યો. ગઈકાલે સોનાના ભાવમાં 2%નો ઘટાડો આવ્યો હતો. જાન્યુઆરી મહિના બાદ ઓગસ્ટમાં સોના માટે સારો મહિનો રહ્યો. ઓગસ્ટ મહિનામાં સોનામાં 10%નો ઉછાળો આવ્યો. ગઈકાલે ચાંદીના ભાવમાં 4% નો મોટો ઘટાડો આવ્યો. વૈશ્વિક બોન્ડમાં વેચવાલી, યીલ્ડ 2008 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચ્યો. US ફેડની વ્યાજ વધારવાની શક્યતા 70% પર પહોંચી.

MoneyControl Newsઅપડેટેડ Sep 02, 2026 પર 1:12 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $95ને પાર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડોકોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $95ને પાર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો
ગઈકાલની તેજી અને બોન્ડ યીલ્ડમાં વધારાની સાથે આજે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હતો.

રૂપિયામાં આજે શરૂઆત મજબૂતી સાથે થઈ છે. ગઈકાલના 94.95ના બંધની સામે આજે રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 94.89 પર ખુલ્યો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને પગલે આજે ક્રૂડમાં ફરી ઉછાળો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 5 ટકા જેટલા વધીને 95ને પાર 12 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા હતા. ગઈકાલે ક્રૂડના ભાવ 5% જેટલા વધ્યા. સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે ભાવ 12 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા. US હિટિંગ ઓઈલના ભાવ $4.70/ગેલનના શિખરે પહોંચ્યા. EUમાં ગેસ ભાવ 8% વધી 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચ્યા. USનો ઈરાનના ઠેકાણાઓ પર હુમલાને કારણે તેજી. ઈરાને US ફોર્સના કમર્શિયલ જહાજો પર હુમલો કર્યો હતો. US ક્રૂડની ઈન્વેન્ટરી 2.6 mpbd પહોંચી.

પશ્ચિમ એશિયામાં ફરી વધેલા તણાવને કારણે નેચરલ ગેસના ભાવમાં આજે તેજી આવી છે.

સામે પક્ષે ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો.. આજે સોનાના ભાવ કોમેક્સ પર 4300 ડોલરની નીચે પણ ગયા હતા. પરંતુ હાલ 4300ની પાસે છે.. ક્રૂડમાં વધારોને કારણે સંભવિત મોંઘવારી વધે અને સાથે જ ફેડ દ્વારા વ્યાજદર પણ વધારવામાં આવે એવી આશંકાએ સોના આજે વેચવાલી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો