Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, 12 સપ્તાહના ઉપલા સ્તરે ક્રૂડ

બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કોપર ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે છે. US રિફાઈન્ડ મેટલ પર નવા ટેરિફ લગાવે તેવા ડરથી કોપરની કિંમતો વધી. LME પર એલ્યુમિનિયમમાં 3 વર્ષના ઉપલા સ્તરે કારોબાર પહોંચ્યો. મોટા ઉત્પાદકો તરફથી ઓછી સપ્લાઈની ચિંતાએ એલ્યુમિનિયમને સપોર્ટ મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2026 પર 2:41 PM
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, 12 સપ્તાહના ઉપલા સ્તરે ક્રૂડકમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, 12 સપ્તાહના ઉપલા સ્તરે ક્રૂડ
સોનામાં 4625 ડૉલરની પાસે કારોબાર નોંધાયો. USના મોંઘવારીના નબળા આંકડાથી વ્યાજ દર કાપની સંભાવના વધી. ફેડ ચેર પોવેલ સામે DoJ એ ક્રિમિનલ તપાસ શરૂ કરી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 6 પૈસા નબળો થઈને 90.19 પ્રતિ ડૉલરની સામે 90.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની મજબૂતી આગળ વધતા COMEX પર ભાવ 4620 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 42 હજારને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં USના મોંઘવારીનાં આંકડા 2021 બાદથી સૌથી નીચલા સ્તરે પહોંચવાથી ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભાવના વધતા કિંમતોમાં તેજી જોવા મળી હતી.

પ્રિશિયસ મેટલ્સમાં કારોબાર

સોનામાં 4625 ડૉલરની પાસે કારોબાર નોંધાયો. USના મોંઘવારીના નબળા આંકડાથી વ્યાજ દર કાપની સંભાવના વધી. ફેડ ચેર પોવેલ સામે DoJ એ ક્રિમિનલ તપાસ શરૂ કરી. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફની જાહેરાત કરી. વૈશ્વિક બજારમાં ચાંદી 89 ડૉલરને પાર પહોંચી.

બધા સમાચાર

+ વધુુ વાંચો