Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીને મળ્યો નબળા ડૉલરનો સપોર્ટ, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી ખરીદદારી

શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી સંકેતો મિશ્ર જોવા મળ્યા, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં મામુલી ખરીદદારી હતી, પણ કોપર અને ઝિંકમાં વેચવાલી જોવા મળી, જોકે ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Mar 10, 2025 પર 12:34 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીને મળ્યો નબળા ડૉલરનો સપોર્ટ, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી ખરીદદારીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીને મળ્યો નબળા ડૉલરનો સપોર્ટ, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી ખરીદદારી
શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી સંકેતો મિશ્ર જોવા મળ્યા, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં મામુલી ખરીદદારી હતી

ડૉલરમાં નરમાશનો સપોર્ટ મળતા સોનાની તેજી યથાવત્ છે, જોકે COMEX પર ગત સપ્તાહે જે 1.5% કિંમતો વધી હતી, ત્યાંથી થોડી વેચવાલી આવી છે, જોકે હજૂ પણ 2900 ડૉલરના સ્તર જળવાયા છે, જ્યારે સ્થાનિક બજારમાં 86,020ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ગત સપ્તાહે કિંમતો 1.5% વધી હતી. US તરફથી ટેરિફને લઈ અનિશ્ચિતતાની અસર છે. ફેબ્રુઆરીમાં સતત ચોથા મહિને ચાઈનાએ સોનાની ખરીદી કરી. ડૉલર ઇન્ડેક્સ 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. ફેબ્રુઆરીમાં USમાં અનુમાન કરતા રોજગાર વધ્યો.

ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી, જોકે વૈશ્વિક બજારમાં અહીં પણ 32 ડૉલરના સ્તર જળવાયા છે, તો સ્થાનિક બજારમાં 97,531ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી સંકેતો મિશ્ર જોવા મળ્યા, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં મામુલી ખરીદદારી હતી, પણ કોપર અને ઝિંકમાં વેચવાલી જોવા મળી, જોકે ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો