Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તર યથાવત્, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી આવ્યો સુધારો

સોનામાં નવા રેકોર્ડ બન્યા બાદ કિંમતો ઉપલા સ્તરેથી થોડી ઘટી, જ્યાં comex પર ભાવ 3763 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. અહીં ETF હોલ્ડિંગ 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી હોવાથી અને સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 24, 2025 પર 12:58 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તર યથાવત્, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી આવ્યો સુધારોકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તર યથાવત્, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી આવ્યો સુધારો
શુગરમાં કારોબારની વાત કરીએ તો કિંમતો ઘટીને આશરે સાડા 4 વર્ષના નીચલા સ્તરે પહોંચી. છેલ્લા 1 મહિનામાં કિંમતો આશરે 7.5% ઘટી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈ 88.76 પ્રતિ ડૉલરની સામે 88.74 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ગઈકાલે US FED ચેરમેન જેરોમ પૉવેલની ગ્રોથ અને મોંઘવારીને લઈ ચેતાવણી બાદ ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી વધતી દેખાઈ હતી.

સોનામાં નવા રેકોર્ડ બન્યા બાદ કિંમતો ઉપલા સ્તરેથી થોડી ઘટી, જ્યાં comex પર ભાવ 3763 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. અહીં ETF હોલ્ડિંગ 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી હોવાથી અને સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો છે.

સોનામાં નવા શિખર

સતત ત્રીજા દિવસે સોનામાં નવા શિખર બન્યા. ETF હોલ્ડિંગ 3 વર્ષોના સૌથી ઉપલા સ્તરે છે. આ વર્ષે MCX પર ભાવ દર મહિને વધ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો